ભેદી ટાપુ - ખંડ બીજો - 10

(254)
  • 10.8k
  • 27
  • 6.6k

પેનક્રોફ્ટના મનમાં એકવાર જો કોઈ યોજના આવી, તો જ્યાં સુધી એનો અમલ ન થાય ત્યાં સુધી તે પગ વાળીને બેસે નહીં. તેણે ટેબોર ટાપુની મુલાકાત લેવાનો મનસૂબો કર્યો. તે માટે એક વહામ બનાવવાનું નક્કી કર્યું. ક્યાં પ્રકારનું લાકડું વાપરવું? એલ્મ કે ફર? બંને પ્રકારનાં લાકડાં ટાપુમાં જથ્થાબંધ મળે તેમ હતાં. તેમણે ફરનાં લાકડાં વાપરવાનું નક્કી કર્યું. આટલી વિગત નક્કી થયા પછી, તેઓ જાણતા હતા કે છ મહિના પહેલાં દરિયામાં મુસાફરી કરી શકાય એવી મોસમ નહીં આવે. આથી એમ નક્કી કર્યું કે, હાર્ડિંગ અને પેનક્રોફ્ટ એ બે જણાએ વહાણ બનાવવાનું કામ હાથમાં લેવુ સ્પિલેટ અને હાર્બર્ટ શિકારનું કામ ચાલુ રાખે નેબ અને જપ ઘરકામ અને રસોઈનું કામ સંભાળે.