દમયંતી

(63)
  • 4.4k
  • 11
  • 1.4k

હું ઑફિસ જવા બસ સ્ટેન્ડ પહોચ્યો, ત્યા મેં સામેથી મધ્યમ કદની એક સ્ત્રીને આવતા જોય. હું માત્ર તેના અર્ધબંધ ચેહરાને જોય શક્યો, કારણ કે તેને ઠંડીના કારણે, કે પછી આજની ફેશનને અનુસરી મ્હોં પર સ્કાફ બાંધેલ હતો. જેમ ચંદ્રમાં તેની અર્ધ કળાએ વધારે સુંદર લાગે તેમ, આ સ્ત્રીનો અર્ધબંધ ચેહરો પણ મને વધારે સુંદર લાગતો હતો. અચાનક એક ગાડી ફુલ સ્પીડથી હૉર્ન વગાડી પસાર થઇ. ને તેના પવનનાં ઝોકાથી તેના મોંઢા પરનો સ્કાફનો એક છેડો છુટી હવામાં લેહરવા લાગ્યો.જાણે કે મારી સાથે ખુદા પણ તેનો ચેહરો જોવા આતુર હશે. સ્કાફ છુટતા મારી નજર તેના ચેહરા ઉપર