હું કોણ છું? નવાઈની વાત એ છે કે આ પ્રશ્ન પુછવાની આપણને શું જરૂર પડી? આજના સમયમાં અનેક સળગતા અને સવેંદનશીલ પ્રશ્નો વચ્ચે આવો પ્રશ્ન નિરર્થક જણાતો હશે પરતું આપણે આ બાબતમાં સાચા નથી. ઘણી વાર આપણે દુનિયાને જાણવાની ચાહતમા અને ચાહતમાં આપણે પોતાની જાતને જાણવાની ચેષ્ટા પણ નથી કરતાં. હું કોણ છું એ પ્રશ્ન કોઈ બીજા માટે નહી પણ પોતાના અસ્તિત્વનું કારણ, પોતાની આવડત તથા નબળાઈ તેમજ પોતાની જાતને ઓળખવા માટે છે. ભારત જેવા વિશાળ દેશમાં એક એવો મોટો સમૂહ છે જે જિંદગીમાં એવા માણસ બને છે