સાયરસ હાર્ડિંગ અને તેના સાથીઓ જેગુઆર બોડમાં નિરાંતે સૂતા. સર્યોદય વખતે બધા સમુદ્ર કિનારે આવ્યા. તેઓ સૌ ક્ષિતિજ સુધી જોઈ શકતા હતા. ટાપુના કિનારાનો બે તૃતિયાંશ ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. દૂરબીનથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ જોવામાં ન આવી. અહીંથી ત્રણ માઈલ સુધી દષ્ટિ પડતી હતી. દરિયામાં કે જમીન પર કોઈ વસ્તુ દેખાતી ન હતી. હવે દક્ષિણ કિનારાને તપાસવો બાકી હતો. અત્યારે જ એ તપાસ શરૂ કરવી? આજનો આખો દિવસ એ કામમાં વાપરી નાખવો?