ભેદી ટાપુ - ખંડ બીજો - 3

(287)
  • 11.5k
  • 13
  • 6.9k

બીજે દિવસે, 30મી ઓકટોબરે, તેઓ ટાપુના પ્રવાસમાં નીકળી પડવા તૈયાર થયા. આખો ટાપુ તપાસવો જરૂરી હતો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે, લીંકન ટાપુના રહેવાસીઓની બીજાની મદદની જરૂર ન રહીં પણ બીજાને મદદ પહોંચાડી શકે એવી સ્થિતિમાં તેઓ હતા. એવું નક્કી થયું કે, મર્સી નદીમાં હોડી હંકારવી, પછી હોડી ન ચાલે ત્યાંથી પગે ચાલીને આગળ જવું. આથી થાક્યાં વિના ઘણો પ્રવાસ થઈ શકશે. આ રીતે ટાપુના પશ્વિમ કિનારે પહોંચવાની યોજના ઘડવામાં આવી.