ભેદી ટાપુ - 20

(135.9k)
  • 17.3k
  • 13
  • 9.7k

જૂન મહિનામાં શિયાળો બેસી ગયો. અહીં શિયાળામાં વરસાદ અને કરા પડતા હતા. ગ્રેનાઈટ હાઉસના રહેવાસીઓને હવે આ નિવાસની સાચી કિંમત સમજાઈ. ગમે તેવા હવામાન સામે અહીં રક્ષણ મળતું હતું. ગુફામાં રહેતા હોત તો આવા આકરા શિયાળામાં મુશ્કેલી પડત, અને ભરતી વખતે દરિયાનાં પાણી ગુફામાં ઘૂસી જાત. આથી જૂનું રહેઠાણ છોડી દીધું તે સારું થયું. આખા જૂન મહિના દરમિયાન તેમણે કેટલીક યોજનાઓ પાર પાડવાનું નક્કી કર્યું.