કચ્છ એટલે

(18.4k)
  • 3.1k
  • 2
  • 1.3k

મહોબ્બત,માનવતા અને મર્દાનગીની મરૂભૂમિ એટલે કચ્છ... કચ્છ એટલે સૂકોભઠ્ઠ પ્રદેશ એ માન્યતા પર હવે ધૂળ ચડી ગઈ છે.કચ્છ જેટલો કઠોર વિસ્તાર છે એનાથીયે બમણી કોમળતા અહીંની મીઠી માનવતામાં છે. કચ્છની માયા,મમતા,માનવતા,મહોબ્બત અને મહેમાનગતિ મૃતપ્રાય: થવાના આરે ઊભેલા માનવીમાં પ્રાણ સંચરવા સમર્થ છે! કચ્છ એટલે 'કરૂણાનો અતાગ મહાસાગર'! માનવતાના મબલક મોતીઓ પકવતો અગાધ મહેંરામણ! કચ્છની ધીંગી ધરાના દીદાર અને મમતાળી મોહક માટીનો સ્પર્શ મને એક જ સાથે થયો હતો.એ વખતે આંખો કંઈક જુંદું વિચારતી