પચ્છેગામનાં બોર ખૂબ જાણીતા . બોરની ખાસિયત એ કે તેં પાકીને સૂકાઈ જાય પછી ખૂબ મીઠાં થઇ જાય. બોરની મીઠાશને લીધે બહાર ખૂબ વેચાય . લોકો એવું કહે કે આ બોર બિસ્કીટ બનાવવામાં વપરાય છે. ત્રણેય ભાઈની ભેગી જમીન. ત્રણેય ભાઇઓ ધંધાર્થે વર્ષોથી ભાવનગર રહે.ખેતી ભાગમાં આપી દે. આ જમીનમાં પણ આવી એક જૂની બોરડી.ચોમાસાના વરસાદનાં પાણીથી બોરડી ખૂબ ફૂલેફાલે. બોર આવવાની સીઝન ચાલુ થાય,ત્યાં માલધારીઓ ને બકરાવાળી બાઈઓ લાંબા વાંસની આગળ