હેશટેગ લવ - ભાગ -૪

(106)
  • 5.8k
  • 3
  • 3.1k

"હેશટેગ લવ" ભાગ -૪કૉલેજના રસ્તા ઉપરથી જ મને મુંબઈના ભાગદોડ ભર્યા જીવનનો ખ્યાલ આવ્યો. સવાર સવારમાં જ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામી ગયું હતું. લોકો રસ્તાને જોતાં જ સડસડાટ આગળ ચાલી રહ્યાં હતાં. કોઈની પાસે વાત કરવાનો પણ સમય નહિ. રસ્તાની આજુબાજુમાં કેટલીક ખાણીપીણીની દુકાનો ઉપર પણ હાથમાં પાવની અંદર ખોસેલું વડું લઈને ઊભા ઊભા જ ખાવા લાગતા. વળી કેટલાંક તો હાથમાં લઈને ચાલતાં ચાલતાં જ ખાતાં હતાં. ત્યારે મારા મનમાં પ્રશ્ન થતો કે સાચે જ આમને આટલી ઉતાવળ હશે કે સમયનો બચાવ કરતાં હશે ? ગુજરાતમાં તો ચાની લારી અને પાનના ગલ્લા ઉપર કલાકો સુધી લોકો ગપ્પા મારતાં બેસી રહે