સૌમ્ય નુ કથાનક શરુ હતુ . કાવ્યા ખુબ જ ધ્યાન થી દરેકે દરેક શબ્દો સાંભળી રહી હતી . “ હોસ્ટેલ મા સૌ પ્રથમ હુ મારા હોસ્ટેલ રેક્ટર ને મળ્યો . તેમનુ નામ અમીતભાઇ હતુ . સ્વાભાવના ખુબ જ રમુજી માણસ . સાક્ષાત ગણપતી જ પૃથ્વી પર સજીવન થયા હોય તેવી તેમની કદકાઠી હતી . તેમને જોઈ ને જ મન એક શાતા થઈ આવતી કે કોઈ પોતીકુ અહીયા છે . તેઓ ઘણા સમય થી અહી હોવાથી કદાચ અમારા બધા ની માનસીક્તા જાણતા હશે એટલે તેમનુ વર્તન જ ખુબ પ્રેમાળ હતુ . તેઓ મોટા ભાઈ ની જેમ જ બધા છાત્રો ને સૌહાદપુર્વક