હેશટેગ લવ - ભાગ -૩

(108)
  • 6.7k
  • 10
  • 3.7k

હેશટેગ લવ (ભાગ-૩)#LOVEસવારે ઉઠતા ની સાથે જ મને મમ્મીની યાદ આવવા લાગી. ઘરે તો રોજ સવારે મમ્મી મને ઉઠાડવા માટે આવતી. હું બસ પાંચ મિનિટ સુવા દેવાનું કહી અને અડધો કલાક બીજો સુઈ રહેતી. ઉઠીને બાથરૂમમાં મારા માટે ગરમ પાણી તૈયાર હોય. નાહ્યા બાદ દૂધ અને નાસ્તો પણ તૈયાર મળતો. પણ હવે હોસ્ટેલમાં મારે બધી આદત પાડવાની હતી. જે અત્યાર સુધી મને મળ્યું હતું એ બધું જ છોડવાનું હતું. આંખો ચોળતી બેડમાંથી હું ઊભી થઈ. સુસ્મિતા રૂમમાં એક માત્ર રહેલા અરીસા સામે પોતાના વાળ ઓળી રહી હતી. મેઘના હજુ સૂતી હતી. શોભના રૂમમાં નહોતી કદાચ નહાવા માટે ગઈ હશે. મને