હેશટેગ લવ... - 2

(121)
  • 9.5k
  • 7
  • 4.9k

હેશટેગ લવ #LOVEભાગ -૨પહેલાં માળ ઉપર જ ત્રીજા નંબરનો રૂમ મારો હતો. મારા રૂમમાં કુલ ચાર બેડ હતાં, ત્રણ બેડ ઉપર થોડો થોડો સમાન રાખેલો હતો, અને ચોથો બેડ ખાલી હતો. તેની પાસે રાખેલા એક કબાટમાં તાળું ચાવી સાથે લટકાવેલું હતું. બાકીના બેડ પાસેના કબાટના તાળાં બંધ હતાં, એટલે મારો બેડ એજ છે એમ સમજી મારી બેગ મેં એ બેડ પાસે મૂકી. બીજો સમાન લેવા પાછી નીચે ગઈ. પપ્પા અને મમ્મીની નજર મારા રૂમ તરફ જ મંડાયેલી હતી. જેવી ગેલેરીમાં મને બહાર આવતાં જોઈ પપ્પા બીજી બેગ લઈને પગથિયાં પાસે આવી ગયા. ડોલ, ગાદલું, તકિયા, નાસ્તો, કપડાં બધો જ સમાન મેં