ચાલશે,..ભાવશે...ફાવશે.....!!

(20)
  • 7.3k
  • 2
  • 1.5k

માબાપ ની છાત્રા છાયા માં ઉછરતા બાળકો યુવા થાય ત્યાં સુધી લાડ પ્યાર થી રહેતા હોય છે. પાણી માગે ત્યાં દૂધ હજાર કરનારા માં બાપ ની રહેમ ની ત્યારે કદર હોતી નથી પણ જેમ જેમ મોટા થતાં જાય, સમાજ ની કડવી વાસ્તવિકતા થી અભિભૂત થાય ત્યારે ધગધગતા લાવા નું જોશ ટાય ટાય ફિશ થઇ જાય છે પહેલા જેઓ પોતાની પસંદગી નપસંદગી માટે હુકમ કરતા હતા તે બીજાના હુકમ ઉઠાવતા થઇ જાય. મોટા થયા બાદ લગ્નગ્રંથિથી બંધાય છે ત્યારે શરૂ શરૂ માં તેની મન કહેવા મુજબ “ હીરો મારો ઝગમગ થાય” ! પણ હીરા ની ચમક પછી ઝાંખી પડવા લાગે છે. શરૂઆત માં ઘણા ઉત્સાહપૂર્વક, પ્રેમ ના તાંતણે બંધાયેલ યુગલ ની દુનિયા પણ અજબ ગજબ ની હોય છે.