પ્રેમ ની પરિભાષા - અને સૌમ્ય હૃદય ખોલે છે

(35)
  • 7.2k
  • 4
  • 1.8k

              સૌમ્ય ની તેના તરફી વીચારસરણી થી અજાણ કાવ્યા સૌમ્ય ની ચોતરફ ફરી રહી હતી . તે સૌમ્ય સાથે વીતાવી શકાય તેવી એક પણ ક્ષણ તે જતી કરતી નહી . તે સૌમ્ય ની સાથે ઘણીવાર બહાર જઈ આવી હતી . ક્યારેક ફિલ્મ નીહાળવા , બહાર જમવા , કઈંક ખરીદી કરવા કે પછી અમસ્તા જ તે સૌમ્ય ને ચારદિવારો થી દુર લઈ જતી . સૌમ્ય સાથે હોવાથી જાણે તેની જીભ એકદમ કાર્યક્ષમ બની રહેતી . કલાકો ના કલાકો બસ તે થાક્યા વિના બોલતી જ રહેતી . તેની વાતો ક્યારેય ખુટતી જ નહી . તેનો એકમાત્ર ઉદ્દેશ્ય