મનસ્વી - ૪

(97)
  • 6.3k
  • 11
  • 3.3k

મનસ્વી પોતાના શબ્દો ગોઠવવા માંડી. સ્તુતિએ તો ખૂબ જ સહજતાથી કહ્યું, “હા, બોલ મમ્મા, હું નહીં સમજું તો તને કોણ સમજશે” પરંતુ એ હતી તો હજુ બાર જ વર્ષની, બાળક જ કહેવાય. આવડા બાળક પાસેથી એકલતા શું છે એ સમજવાની અપેક્ષા રાખવી ખૂબ મોટી વાત હતી. વળી આજ સુધી સ્તુતિ અને મનસ્વી વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિની કલ્પના મનસ્વીએ પોતે પણ નહોતી કરી. અત્યારે તો સ્તુતિને લાગે કે સાગર સારો છે પણ જ્યારે ખરેખર સ્વીકારવાનું આવે ત્યારે કદાચ તેનું બાળમન ગૂંચવાઈ જાય. આ ઉંમરે તેને લિવ-ઈન રિલેશન શું છે એ કેવી રીતે સમજાવવું?