(પ્રકરણ – ૨) દોડ બે કલાક બાદ જયારે એની બહેનપણીઓ પાછી ફરી ત્યારે મોનિકા ન દેખાતાં તેઓ અચરજમાં પડ્યાં અને અને તેમ શોધવા લાગ્યાં. આખો કિલ્લો ફરી ખુંદી વળ્યા પરંતું મોનિકા ના દેખાઈ. એનાં મોબાઇલ ઉપર સતત કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ ‘કોઈ ફોન ઉપાડતું નથી’ એવો મેસેજ આવતો. એમની ગાડી કિલ્લાની બહાર ઉભી હતી પરંતું મોનિકા ગાડી પાસે ગઈ જ નહોતી. મોનિકાના ઘરે તપાસ કરતાં ખબર પડી કે મોનિકા ઘરે પહોંચી નહોતી. સમાચાર સાંભળી ઘરેથી બધાં કિલ્લા ઉપર એને શોધવા આવ્યા. અંધારું થઇ ગયું હતું. ટોર્ચ અને મોબાઈલની ટોર્ચથી ખૂબ શોધખોળ કરી પણ નાકામ રહ્યાં. આખરે મોડી રાત્રે બધાં