વિરાટ વ્યક્તિત્વ..ભાગ-3

(25)
  • 2.7k
  • 1
  • 1.1k

(આગળ આપણે જોયું કે ભોળાનાથે કેવું શૂન્ય માંથી સર્જન કરી આપ્યું... અને કેવો એક યાચક ,આખા મિનરલ વોટર પ્લાન્ટનો માલિક બની ગયો... હવે આગળ...) આજથી બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૬ની સાલમાં મારા પ્લાન્ટ પર ૩-૪ વ્યકિતઓ આવી, અનાથ બાળકો માટે ડોનેશન લેવા. મેં એમને ૧૦૧ - રુપિયો આપીને રવાના કર્યા. પછી સમય આમ જ કામમાં ચાલ્યો જતો હતો કે એક દિવસ પેલા અનાથાલય વાળાઓની ૧૦૧ - આપેલાની રસીદ હાથમાં આવી, અને અચાનક કંઈક વિચાર આવ્યો. કે આ અનાથાલયની મદદ કરીયે તો કેવું...??? મનની શાંતિ તો અહિયા જ મળશે... બીજે ક્યાંય નહિં... બસ પછી શું એ અનાથાલયની મુલાકાત લીધી, બધાં સંચાલકો સાથે