ભેદી ટાપુ - 1

(1.1k)
  • 95.1k
  • 203
  • 60k

૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?” “ના, આપણે નીચે ઊતરીએ છીએ.” “શું? આપણે નીચે ઊતરીએ છીએ?” “હા, કપ્તાન. આપણે નીચે ઊતરતા નથી, પણ નીચે પડીએ છીએ.” “તો પછી સામાન ફેંકવા માંડો.” “બધું જ ફેંકાઈ ગયું, કપ્તાન.” “બલૂન ઊંચે ચડે છે?”