હમ્પી -અદભૂત પ્રવાસધામ - હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

(16)
  • 5.5k
  • 2
  • 1.9k

વર્ષ ૨૦૧૩માં બેંક અધિકારી તરીકે નિવૃત્ત થઈને અમદાવાદ સેટલ થયા પછી, અમે પતિ-પત્ની દર વર્ષે ત્રણેક મહિના માટે અમારા પુત્ર નિકુંજને ઘેર બેંગલોર આવીએ છીએ. અમને બંનેને ફરવાનો ઘણો શોખ હોવાથી અને પ્રભુકૃપાથી તંદુરસ્તી સારી હોવાથી અમે દર વર્ષે બેંગલોરની આજુબાજુ અલગ-અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ. અગાઉનાં વર્ષોમાં બેંગલોરથી દક્ષિણ દિશામાં મૈસુર, શ્રીરંગપટ્ટનમ, સકલેશ્વર, કોટીલિંગેશ્વર, પિરામિડ વેલી, તિરુપત્તી, કોડાઈકેનાલ, મુન્નાર, ઠેકડી, કુર્ગ, વિગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. એટલે આ વર્ષે બેંગ્લોરથી ઉત્તર દિશામાં આવેલ હમ્પીની મુલાકાત લેવાનું નક્કી કર્યું. જુઓ હમ્પીનાં વિવિધ આકર્ષણોનું વિહંગાવલોકન: હમ્પી વિષે પ્રાથમિક માહિતી એકઠી કરી, ત્યારે જાણ્યું કે આમ તો હમ્પી મધ્ય કર્ણાટકના પૂર્વ ભાગમાં