મજબૂરી પ્રકરણ ૩

(20)
  • 3.2k
  • 1
  • 917

સિગારેટની લત મને કોલેજના ત્રીજા વરસથી લાગી હતી અને પેહલાનો શોખ હવે આદત બની ચુક્યો હતો, જેટલી એનાથી દુર જવાની કોશીશ કરતો એટલી એ મને વધુ નજીક ખેંચતી જયારે હું કઈ મુશ્કેલીમાં હોય ત્યારે સીગારેટનો ડોઝ રોજીંદી જીદગી કરતા એ દિવસે વધુ રેહતો અને આવું જ છેલ્લા બે દિવસથી થઈ રહ્યું હતું મેં બીજી બે સિગારેટ ખતમ કરી એટલામાં વસીમ ત્યાં એનું એકટીવા લઈને મારી રાહ જોતો આવી ગયો હતો અને પછી હું એના પાછળ બેસી ગયો અને મારા કેહવાથી બાઈક એને મારા રૂમ તરફ લઈ લીધું રસ્તામાં એ મને આજે કેમ રજા ઉપર હતો અને સુ થયું ખામોશ કેમ છે એવા સવાલ પૂછતો રહ્યો પણ મારું દિમાગ અત્યારે બીજે જ ક્યાંક હતું