માણસાઈના દીવા - 2

(206)
  • 21k
  • 5
  • 14.4k

“ઓરખો છો ?” પંચાવનેક વર્ષ્ની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો. “ના ઓળખાણ પડતી નથી.” નવા કેદીએ પોતનો સુક્કો ચહેરો હલાવીને એ મુકાદમ -કેદી પ્રત્યે અજાનપણું બતાવ્યું. “યાદ તો કરોઃ કંઈક મને ભાર્યો હશે !” યાદ આવતું નથી.” નવા કેદીએ ચહેરો ધારી ધારીને નિહાળ્યા પછી કહ્યું. “યાદ નથી આવતું ! બસ ! તે દા'ડે રાતરે ,વાત્રકકાંઠાના , ખેતરામાં ઝાંપલી આડેથી કોઈ બંદૂકદાર ઊઠેલો...”