આસક્તિ ભાગ -3 “તમને ડોક્ટર બોલાવે છે, પેશન્ટનો રિપોર્ટ આવી ગયો છે“ નર્સે આવીને સુરેશભાઈ ને કહ્યું સુરેશભાઈ ભારે મૂંઝવણમાં ઉભા થયા. તેમને ધારીણીની ચિંતા હતી “બેસો” ડોક્ટર નીરજ રીપોર્ટ જોઈ રહ્યા હતા. “કઈ ચિંતા જનક નથી ને ડોક્ટર ?” સુરેશભાઈ એ પૂછ્યું “ના અંદરથી કોઈ ઈજા નથી થઇ તમારી દીકરીને પણ મને લાગે છે મારે થોડું તેનું કાઉન્સેલિંગ કરવું પડશે. તે થોડી ડીપ્રેશનમાં લાગે છે “ ડોક્ટર બોલ્યા. “જી અમને કોઈ વાંધો નથી “ સુરેશભાઈ એટલું જ બોલી શક્યા. ************** ધારીણીને હજી પણ ખબર નહતી કે આ પ્રેમ હતો, આકર્ષણ હતું કે બીજું કઈક . તેને નીલ