મોનિકા ૪

(122)
  • 15.2k
  • 4
  • 9.6k

ગઇકાલની ઘટનાના આંચકામાંથી મોનિકા હજુ બહાર આવી ન હતી. તેને રેવાનનું વર્તન સમજાતું ન હતું. કાલે તેણે પોતાને પાણી છાંટીને જગાડી એ પહેલાં શરીર પર સ્પર્શ કર્યો હશે એ પણ યુવાન છે. આ સ્થિતિમાં ભાભીને જોઇને તેનું મન ચલિત થયું હશે તે રસોડામાં વિચારતી હતી ત્યાં જ રેવાન આવી પહોંચ્યો. સ્વીટ મોર્નિંગ ભાભીજી! રેવાને આજે સવારની શુભકામના સાથે બે હાથ જોડી નમસ્કારની મુદ્રા કરી. મોનિકાને થયું કે કાલની પેલી બાબત માટે તે માફી તો માંગી રહ્યો નથી ને વધારે વિચાર્યા વગર તેણે પણ ઉષ્માભર્યો આવકાર આપ્યો: આવો દેવરજી! ક્યા હાલ હૈ! હાલ તો ફિલહાલ અચ્છા હૈ! આજનો શું કાર્યક્રમ છે મારે કોલેજમાં રજા છે. ક્યાંક બહાર જવું છે મોનિકા ગૂંચવાઇ. તેને યુવાન દિયર સાથે એકલા બહાર જવાનું યોગ્ય લાગતું ન હતું. અને રેવાન થોડો મજાકીયો હતો એટલે તેને સમજવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું.