(ભાગ-1 નું અનુસંધાન) નેતિ નેતિ બોલવાનું નથી કે વિચારવાનું નથી પણ એ વિવેકથી જાગૃત રહેવાનું છે નેતિ નેતિ એટલે કહ્યું છે કે તમારી સામે જયાં સુધી કંઇ પણ આવે છે, તમારે તે સ્વિકારવાનું નથી.. આ એક નકાર ભાવ છે. તેમાં ના તો ના પાડવાની છે નાતો પ્રત્યુત્તર આપવાનો છે,માત્ર નિરપેક્ષ રીતે સ્થિર રહેવાનું છે. જ્યારે મનની આ તમામ પ્રકારની ચાલો નિષ્ફળ જશે ત્યારે તે અચાનક શૂન્ય થઈ જશે. જે નિર્વિકલ્પ સમાધી છે. ( પણ આ વાંચ્યા પછી મન તમને થોડું શાંત થઈ એવું પણ કહેશે કે આ છે નિર્વિકલ્પ સમાધી- એમાં ના ફસાતા) આ સમાધી માં મન ના હોવાથી