આધ્યાત્મ, ધર્મ, બ્રહ્મ પર અનેક જીજ્ઞાસુ લોકો નિરંતર ચર્ચા કરતા રહે છે. ઘણા તંત્ર પર ચર્ચા કરે છે, લક્ષ્મી કેવી રીતે આવશે? કયા યંત્રની પૂજા કરૂ? કયા મંત્રો પ્રખર છે? આ દરેક પ્રશ્નો મનની અશાંતી માંથી ઉદ્ભવ પામી સમાજના જુદા જુદા માનસ માં વ્યાપ્ત થાય છે. એના જુદા જુદા અર્થઘટનો માનવ સમાજ ને અધ:પતન પણ કરાવી શકે છે. છતા મનુષ્યની અંદર રહેલા ઇશ્વરીય બીજના કારણે એ સતત ધર્મ કર્મ વગેરેથી પરમાત્મા સુધી પહોંચવાના જાણે અજાણે પ્રયત્નો કરતો રહે છે. પરંતુ વાસ્તવમાં તેને કોઇ પણ માર્ગની પુર્ણ સમજ ન હોઇ તે નિમ્ન સાધનાઓ કરી પોતાની પરમની દિશામાંની ગતીને ધીમી કરી