સુરેન્દ્રનગર જેવા નગરપાલિકા ધરાવતા ટચુકડા શહેરમાંથી પહોચ્યા મહાનગરપાલિકા ધરાવતા આંગળીના વેઢે ગણી શકાય એવા,ગુજરાતના પ્રખ્યાત નગરોમાના જામ નો પ્યાલો લઈને આવકારતા માદક પરંતુ મહેનતુ,કૈફીલું પણ કરકસરીયું,સાવજનું દિલ ધરાવતું પણ સૌમ્ય,રીલાયન્સનું હબ ગણાય એવું જ રીઅલ,જયાના માણસો એટલા પરોપકારી કે કોઈ મુસાફરે સરનામું પૂછ્યું હોય તો છેક મુસાફરને હોમડીલીવરી કરી આવે અને એ પણ કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર,દેશની ત્રણેય પાંખ સમી લશ્કરી સેના જેના રક્ષણ માટે રાતદિવસ પોતાની સહુલીયત નો વિચાર કર્યા વિના,પોતાના કમ્ફર્ટઝોન ને છોડીને જામ રણજીતસિહના પ્યારા એવા શહેરને સાચવે છે એવા જામનગરમાં..