સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-4

(199)
  • 8.9k
  • 15
  • 2.9k

“પહેલી મુલાકાતમાં હગ અને બીજી મુલાકાતમાં કમર,બોવ જ ફાસ્ટ છે તું.”રાધિકાએ ડાન્સ કરતા કહ્યું.મેહુલે રાધિકાને પોતાના તરફ ખેંચી,બંને સાવ નજીક હતા. “એવરેજ ચાર મુલાકાતમાં કોઈ પણ છોકરી પ્રેમમાં પડી જાય, તારા માટે ત્રણ મુલાકાત ઇનફ છે,તો એ હિસાબથી હા મને પણ લાગે છે હું ફાસ્ટ છું.”મેહુલે રાધિકાને ચીડવવા કહ્યું. “શું મતલબ ચાર મુલાકાત ,અમે ગર્લ્સ જેના પર ટ્રસ્ટ કરીએ તેની સાથે પહેલી મુલાકાતમાં જ ફ્રેંડલી રહીએ છીએ અને જો કોઈ ડાઉટ હોય તો સો મુલાકાતમાં પણ કોઈ અમારા હાર્ટમાં જગ્યા નહિ મેળવી શકતું.”રાધિકાએ તીખા અવાજમાં કહ્યું.તીખો અવાજ તો ન હતો પણ કદાચ કોઈ સાચું બોલે ત્યારે તેનો અવાજ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી છલકાતો હોય છે. “તો મારા કિસ્સામાં શું એક મુલાકાતથી કે સો મુલાકાતમાં પણ નહિ ”મેહુલે રાધિકાની કમર કસતા કહ્યું.