વેવિશાળ - 4

(174)
  • 34.5k
  • 8
  • 19.1k

પંગત ગોઠવાતી હતી, ત્યારે મોટા શેઠે પ્રાણજીવનને બોલાવીને ધીમેથી કહ્યું: “પ્રાણિયા, એ રઢિયાળાને મારી સામે બેસવા દઈશ મા!” “એ હો, ફિકર નહીં.” પછી પ્રાણજીવને જે જુક્તિથી સુખલાલને એક પછી એક ફેરફારો કરીને ખૂણાની જગ્યામાં ખેસવી દીધો, તે જુક્તિ જોઈને મોટા શેઠને ખાતરી થઈ ગઈ કે કોઈક દિવસ આ ગુંડો પ્રાણિયો મારી પેઢીનો ભાગીદાર બનશે! દરમ્યાન પ્રાણજીવને સુખલાલની બાજુમાં બેસીને પડખામાં ઘુસ્તા ચડાવવા માંડ્યા હતા. મારતો મારતો ગણગણ સ્વરે બોલતો હતો: “પરાક્રમ કર્યું લાગે છે! સોગંદ પાળ્યા નહીં ને? ઉતાવળે બાફી નાખ્યું ને? હવે લબાચા બાંધો રાજ, અચકો મચકો કારેલી!”