જેલ-ઑફિસની બારી - 4

  • 4k
  • 1
  • 1k

જલદી બોલાવો, હરખા ઢેડાને તાકીદથી તેડી લાવો. એની વહુ મુલાકાતે આવી છે. ત્રણ મહિનાથી હરખો ઢેડો ઝૂરે છે. એ પાગલ બની જશે. આ હરખો આવ્યો. જાણે પાંચ ગાઉની દોડ કરીને આવી પહોંચ્યો હોય તેટલા બધા થડકારા એની છાતીમાં ચાલી રહ્યા છે. એ ફાંકડા જુવાનના માથા પર ફક્ત પીળી જ ટોપી હતી એમ ન માનશો. ટોપી અરધી કાળી ને વળી અરધી પીળી હતી. હરખા ઢેડાની આ બીજી વારની જાત્રા હતી એટલે કાળો રંગ અને દસ વરસની સજા હતી તેનો પીળો રંગ.