સફરમાં મળેલ હમસફર:2ભાગ-3

(219)
  • 8.4k
  • 9
  • 3k

ટોળામાંથી કોઈનું ધ્યાન મેહુલ પર પડ્યું તો બધા તેના તરફ દોડ્યા,પાંચ મિનિટમાં પુરી સોસાયટીનો માહોલ શોકમય થઈ ગયો હતો.બધી સ્ત્રીઓના રડવાના અવાજને કારણે કોઈ શું બોલે તે પણ સાંભળી શકાતું ન હતું. નિલાબેન મેહુલનું માથું ખોળામાં લઈ મેહુલના ગાલ પર ટપલીઓ મારતા હતા.નિલબેનની આંખમાંથી એક આંસુ સર્યું અને મેહુલના ગાલ પર પડ્યું,ખરેખર માં તે માં જ કહેવાય,મેહુલે આંખો ખોલી.કોઈ પાણીની બોટલ લઈ આવ્યું અને મેહુલને આપ્યું. થોડીવાર પછી પોલીસની જીપ સોસાયટીમાં એન્ટર થઈ.બૉડી પડી હતી તેના ફરતે નો-એન્ટ્રીની પટ્ટીઓ લગાવી દેવામાં આવી.મેહુલ હિંમત કરીને તે પટ્ટીઓ સુધી પહોંચ્યો તો સામે ઋતુ હતી.