અન્યાય - 5

(207)
  • 10.1k
  • 13
  • 4.4k

ડીલક્સ હોટલનો નીચેનો કોમન હોલ ગ્રાહકોથી ચિક્કાર હતો. રવિવાર-સહેલાણીઓનો, આરામનો-મોજ-મસ્તીનો દિવસ! સાંજના સાત વાગી ગયા હતા. હોટલનો લાંબો-પહોળો, અને વિશાળ હોલ આધુનિક ફર્નીચર તથા ઇલેક્ટ્રિક લાઈટના ડેકોરેશનથી ઝળહળતો હતો. આ હોટલ બંદર રોડ પર આવેલી હતી. સામે અફાટ સાગર ઘૂઘવાટા મારતો હતો. ખૂબસૂરત રંગબેરંગી આકર્ષક કાર, મોટરસાયકલ અને ફૂટપાથો પર રાહદારીઓની જબરી ભીડ હતી.