સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-1

(253)
  • 12.5k
  • 24
  • 4.9k

“મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને ત્રીસ થવા આવ્યો હતો,મેહુલ ટ્રેનમાં બેસી ચુક્યો હતો અને બહાર બારી પર રાધિકા મેહુલને મનાવી રહી હતી. “રાધિકા,મારે જવું પડશે જો હું રોકાઈ ગયો તો બંનેને હર્ટ થશે.પ્લીઝ તું મને રોકવાની ટ્રાય ના કર.”મેહુલે નીચે નજર ઝુકાવીને રાધિકાને કહ્યું.“Fine,તારે જવું જ છે ને ,તું જઈ શકે છે”રાધિકા તેના સ્વભાવ મુજબ ગુસ્સે થઈ ગઈ. “Bye, please forgot me and also forgive me.” ઈચ્છા ન હોવા છતાં દિલ પર પથ્થર રાખીને મેહુલે કહ્યું. “કેવી રીતે ભૂલી જાઉં પાગલ,આઇ લવ યુ”રાધિકાની આંખોમાંથી ઝાકળબિંદુ બિંદુ સરવા લાગ્યા.