અન્યાય - 2

(224)
  • 10.3k
  • 10
  • 5.7k

મુંબઈથી હાપા જતો સૌરાષ્ટ્ર મેઈલ બરાબર દસને વીસ મિનિટે રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભો રહ્યો. ફર્સ્ટ ક્લાસના કંપાર્ટમેન્ટમાંથી અન્ય મુસાફરોની સાથે આધેડ વયના, ગર્ભશ્રીમંત દેખાતા ચાર માણસો પણ ઉતર્યા. કહેવાની જરૂર નથી કે આ ચારે ય બીજું કોઈ નહીં પણ શશીકાંત, બિહારી, અજય અને સંતોષકુમાર જ હતા.ચારેયના હાથમાં જુદા રંગની સૂટકેસો જકડાયેલી હતી. જાણે ઓળખતા જ નથી એ રીતે આગળ વધી, ગેટ પર ઉભેલાં ટિકિટ ચેકરને ટિકિટ આપીને તેઓભર નીકળીને સ્ટેશનના કંપાઉન્ડમાં આવ્યા. અજય એ ત્રણેયને એક તરફ લઇ ગયો.