ઝંખના - ૪

(15.6k)
  • 5k
  • 4
  • 2.3k

હું ઝબકીને બેઠો થઇ ગયો, મારા માથા પરથી પસીનો નીતરી રહ્યો હતો. આઈ હેટ યુ... આઈ હેટ યુ.... આઈ હેટ યુ.... બારી બહાર ચોરસ અંધારાનો ટુકડો જોવાઈ રહ્યો હતો. સાચું કહું તો ચોરસ અજવાળું દેખાતું હતું... અંદર જેટલું અંધારું હતું તેનાથી સહેજ ઓછું અંધારું બહાર હતું.. એટલે અંધારાનો નહિ પણ અજવાળાનો ચોરસ ટુકડો હું જોઈ રહ્યો હતો.