રંગલાનું કૉપિ-પેસ્ટ

(14)
  • 4.7k
  • 4
  • 1.1k

આ ભવાઈ વિષે... આજના જમાનામાં કૉપિ-પેસ્ટ એ જરૂરિયાત છે. એને ટાળી ન શકાય, પરંતુ કૉપિ-પેસ્ટ કરતી વખતે વિવેક પણ જરૂરી છે. જેનાં લખાણનું કૉપિ-પેસ્ટ કર્યું હોય એને જશ આપવો એ ખૂબ જ જરૂરી છે. કૉપિ-પેસ્ટ આભૂષણ છે અને દૂષણ પણ છે. એ કઈ રીતે કરવામાં આવે છે એના પર બધો આધાર છે. આ વાત ભવાઈ દ્વારા હળવાશથી કરવાનો મારો પ્રયાસ છે. એક ઝલક... [પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય] રંગલો: કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ ધંધો આ છે કેવો બેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ ફ્રોમ ઈસ્ટ ને ફ્રોમ વેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ એનર્જી કરવી શાને વેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ કોનાં એગ્ઝ ને કોના નેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ થોડી મહેનત ને ઝાઝો રેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ છપ્પનની રાખવી ચેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ, કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ રંગલી: એ રંગલા. તને પગે લાગું. તારું આ કૉપિ-પેસ્ટ કૉપિ-પેસ્ટ બંધ કર. જ્યારથી તેં ફેસબુક ચાલુ કર્યું છે ત્યારથી તને કૉપિ-પેસ્ટનું ભૂત વળગ્યું છે. કોઈ પાર નથી. મારા આનંદનો કોઈ પાર નથી. તારાં દુઃખનો કોઈ પાર નથી. તો માણો આ નાનકડી ભવાઈ...