શિવતત્વ - પ્રકરણ-16

(11)
  • 3.9k
  • 1
  • 1.4k

બીજી બાજુ કૈલાસ પર પાર્વતીની ગેરહાજરીમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ નિર્વ શાંતિમય થઇ જતા નંદીને માતા પાર્વતીની ગેરહાજરી સતાવવા લાગી. નંદી ખૂબ દુઃખી થઇ ગયા. તેમને ખબર ન હતી કે પાર્વતી ક્યા કારણે કૈલાસથી જતા રહ્યાં છે. તેથી નંદીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે ભગવન, આપ માતા પાર્વતીને ગમે તેમ કરી મનાવી લઇ આવો. ભગવાને કહ્યું: નંદી આ કામ અઘરું છે. તેના માટે મારે પાર્વતી સાથે પુનઃ વિવાહ કરવો પડશે. શિવજીની વાત સાંભળીને નંદીને કાંઈ ખબર ન પડી તેથી શિવે સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. હવે મુશ્કેલી એ હતી કે માછીમાર ક્ન્યારુપી પાર્વતી સાથે શિવવીવાહ કેવી રીતે સંપન્ન થાય. નંદીએ તેનો રસ્તો બતાવતા કહ્યું...