હોમકેર ટિપ્સ

(48)
  • 4.2k
  • 14
  • 1k

ઘરની રોજબરોજની અનેક મૂંઝવણોનો ઉકેલ આ હોમ કેર ટિપ્સમાં ચોક્કસથી મળશે. તો આજે જ નોંધી લો તમારી ડાયરીમાં આ ઉપયોગી ટિપ્સ. પ્લાસ્ટિકની ડોલ તથા ટમ્લર પર મેલ અને ચીકાશ ચોંટી ગયા હોય, તો સહેજ કેરોસીનવાળા કપડાંથી લૂછી લો અને ત્યાર પછી સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાંખો. ડોલ ટમ્લર વગેરે નવા જેવા થઈ જશે. થરમોસ અંદરથી પીળું પડી જાય અને હાથ નાંખીને સાફ કરી શકાય તેમ ન હોય તો સાફ કરવા માટે, પહેલા અંદર થોડું પાણી નાખી, છાપાના નાના-નાના ટુકડા અંદર નાખી દો. અડધા કલાક પછી અંદર પાણી નાખી ધોઈ નાખો. થરમોસ બિલકુલ સ્વચ્છ, ચમકી ઉઠશે. વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.