ધોબીને પત્ર

(714)
  • 3.1k
  • 1.3k

તારાં ઇસ્ત્રી કરેલાં કપડાં જોઇને અમને તારા મુડનો ખ્યાલ આવી જાય છે. બેંકવાળા જે રીતે અમુક સમયમાં અમારા નાણાંને ડબલ કરી આપે છે, એ રીતે તું અમારા કપડાંમાં જ્યારે ડબલ સળ પાડી લાવે છે, ત્યારે અમે જાણી જઈએ છીએ કે તું કંઇ મૂંઝવણમા છે.