બાજી - 2

(199)
  • 12.2k
  • 7
  • 6.5k

મહેશ ક્રોધથી સળગતી નજરે પોતાની પત્નિ સારિકા સામે તાકી રહ્યો હતો. ‘ આ તું શું બોલે છે, એનું તને ભાન છે સારિકા... ’ એણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ અમારી કંપની ખોટમાં ચાલે છે ને અમારા પર કરોડીમલનું દેવું થઈ ગયાની ખબર પડી છે. ત્યારથી જ તું મન ફાવે તેમ લવારો કરે છે! તું પાગલ થઈ ગઈ લાગે છે.’ કહીને એણે પોતાના હાથમાં જકડાયેલા વ્હિસ્કીનો ગ્લાસ એકી શ્વાસે ખાલી કરી નાખ્યો.