રેડલાઇટ બંગલો ૫

(495)
  • 25.1k
  • 15
  • 17k

અર્પિતાની સામે એક બીજા જ રાજીબહેનનો ચહેરો ખૂલી રહ્યો હતો. આ બંગલાનું નામ રેડલાઇટ બંગલો છે. પણ કોઇને ખબર નહીં હોય કે બંગલામાં જ રેડલાઇટ વિસ્તાર છે. તે ભલે કહેતી હોય કે અહીં પુરુષો માટે રેડ સિગ્નલ છે પણ ખરેખર તો તેમના માટે ગ્રીન સિગ્નલ છે. સમાજમાં એ પોતે સેવાભાવી દેખાય છે. પણ તેના સુંદર ચહેરા પાછળ એક શેતાની ચહેરો છે તેનો હજુ તને પરિચય થયો નથી. રચનાનો સ્વર તૂટી રહ્યો હતો. રચનાની વાત સાંભળી અર્પિતા ધ્રૂજી ઊઠી. તે કેવા ભયંકર ષડયંત્રમાં ફસાઇ રહી હતી તેનો ખ્યાલ આવી રહ્યો હતો.