નો રીટર્ન - 5

(267)
  • 17.6k
  • 15
  • 7.9k

કુદરતની કારીગરી પણ અફલાતૂન અને અદભૂત હોય છે. આ દુનિયામાં જા સામાન્ય રીતે ગણીએ તો રણપ્રદેશને સૌથી વધુ હાડમારીવાળી અને ભયંકર જગ્યા ગણવામાં આવે છએ. રેતીના રણની કલ્પના કરો ત્યાંજ તમને નજર સમક્ષ દૂર દૂર માઈલો સુધી પથરાયેલી સુકી ભઠ્ઠ રેતી દેખાવા લાગે. સૂર્યના જબરજસ્ત પ્રકોપ અન એની ગરમીથી શેકાઈને ઠુંઠા થઈ ગયેલા ઝાડવાઓ, મરેલા પશુ પક્ષી કે માણસોના દેહને ચૂંથતા ગીધડાઓ અને દૂર દૂર સુધી પાણી વગરનો અફાટ રેતીનો સમુદ્ર. તમને સાક્ષાત યમરાજાના દર્શન કરાવી દે. આ એક સર્વ સામાન્ય માન્યતા છે. આવી જ કોઈ કલ્પના ક્યારેય બર્ફિલા પ્રદેશો વિશેથતી નથી. પરંતુ હકીકત એ છે કે રેતીના રણપ્રદેશ અને બર્ફિલા પ્રદેશો વચ્ચે ગજબનાક સામ્યતા છે.