બાજી - 1

(276)
  • 17.2k
  • 16
  • 8.5k

શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી. એના ચ્હેરા પર માનસિક મૂંઝવણ, ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા. એને પોતાનું તથા પોતાના કુટુંબનુ ભવિષ્ય અંધકારમાં ડૂબેલું દેખાતું હતું. એની નજર દૂર ક્ષિતિજમાં આથમી રહેલો સૂર્ય પર સ્થિર થયેલી હતી.