આફત - 13

(71.9k)
  • 13.5k
  • 15
  • 6.5k

રાત્રિનો સમય હતો. સાંજે અમર અને રાજેશના મૃતદેહો પોસ્ટમોર્ટમ પછી પોલીસે હિરાલાલને સોંપી દીધા હતા. કમલા ભાનમાં આવી ગઈ હતી પરંતુ પોતાના બબ્બે દિકરાની સ્મશાન યાત્રામાં જવા જેવી તેની હાલત નહોતી રહી. ભાનમાં આવ્યા પછી તે સાવ ગુમસુમ બની ગઈ હતી. પરિણામે હિરાલાલને જ પોતાના બંને દિકરાના અંતિમ સંસ્કાર જઈ શકી નહોતી. ઘેર તેની મા એકલી જ હતી. ઉપરાંત પોતાના બબ્બે જુવાન ભાઈઓની ચિત્તા સળગતી જોવાની તેનામાં હિંમત નહોતી રહી.