રેડલાઇટ બંગલો ૩

(621)
  • 28.3k
  • 24
  • 22k

તે અઢાર વર્ષની થઇ એટલે તેના પિતાએ સોમલાલ સાથે તેના લગ્ન કરી દીધા હતા. સોમલાલ દેખાવે કસાયેલા બદનવાળો અને આકર્ષક યુવાન હતો. તો પોતે પણ રૂપમાં ક્યાં કમ હતી આજે પણ પોતે રૂપ તો જાળવી રાખ્યું છે. હા તેની સંભાળ લેવાતી નથી. તેનું રૂપ જ અર્પિતાને વારસામાં મળ્યું છે. સોમલાલ તો તેના રૂપ પાછળ પાગલ હતો. એનું જ તો કારણ ત્રણ બાળકો હતા. જો પોતે થોડો સંયમ ના રાખ્યો હોત તો ન જાણે એણે કેટલા બાળકો થવા દીધા હોત! સોમલાલ ઘણી વખત ખેતરે ટિફીન લઇ જવાનું ટાળતો અને બપોરે આરામ કરવાના બહાને આવી બાળકો સ્કૂલ ગયા હોય એટલે વર્ષાની કાયા સાથે રમતો. વર્ષાને પણ મજા આવતી. એ જ તો ઘણી વખત જાણીબૂઝીને રસોઇ જલદી ના બનાવતી અને બપોરે જમવા આવવાનું સોમલાલને બહાનું આપતી હતી!