નો રીટર્ન - 3

(279)
  • 19.6k
  • 14
  • 11.5k

પૂજા અકળાઈ રહી હતી. એનું મન નહોતું માનતું. વારે વારે એને એવી લાગણી થતી હતી કે હજી કંઈક બાકી રહી જાય છે. ચાવડાની વાતમાં એ સંમત થઈ હતી અને એની વાત પણ બરાબર જ હતી. થતાં એના દિલમાં કંઈક ડંખી રહ્યું હતું. કોઈક એવી વાત હતી જે એને શાંતિથી ઝંપવા નહોતી દેતી. એ શું હતું... એ તો ખુદ પૂજા પણ નહોતી જાણતી. ભયંકર મૂંઝવણ અનુભવતી એ પોતાની રૂમમાં આમથી તેમ આંટા મારી રહી હતી. એની રૂમમાં લગાવેલા આદમ કદના આઈનાની સામે જાતી એ પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી. અચાનક એને લાગ્યું કે સામે અરીસામાં ઊભેલી એની પ્રતિકૃતિ એને કંઈક કહી રહી હોય કે...