નો રીટર્ન - 2

(287)
  • 25.2k
  • 15
  • 13.8k

નો રીટર્ન સસ્પેન્સ થ્રીલર નવલકથા ભાગ - 2 પ્રવિણ પીઠડિયા કોન્સ્ટેબલ ઝાલા ઘણા સમયથી બાબુ ઉપર વોચ રાખી રહ્યો હતો. એને એમ હતું કે બાબુને ખ્યાલ જ નથી કે પોતે એક પોલીસવાળો છે અન એની ઉપર વોચ રાખી રહ્યો છે. જ્યારે સામે બાબુને પણ એમજ હતું કે પોતે રાજેશની પાછળ છે એ ઝાલા જાણતો નથી. આમ બંને ભ્રમમાં હતા કે તેઓ એકબીજાને ઉલ્લુ બનાવી રહ્યા છે. અને એકબીજાની હરકતો ઉપર નજર રાખી રહ્યા હતા. આજે ઘણા દિવસો બાદ ઝાલા પર ઓર્ડર આવ્યો હતો કે બાબુને પકડવાનો છે. એના માટે પોલીસ સ્ટેશનથી ચાવડા સાહેબ અને બીજા ત્રણ કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં આવવાના