શિવતત્વ - ૯. શક્તિને શિવથી ભિન્ન જોવાં તે અપરાધ - બ્રહ્માંડમાં પરમાણુથી લઈને વિરાટ ગ્રહોના રૂપ દેખાતી અને તમામ પ્રાણીઓમાં જીવનરૂપે વ્યાપેલી જે શક્તિ છે તે શિવની જ શક્તિ છે. આ શક્તિ શિવથી ભિન્ન રહી શકતી નથી.શિવ-શક્તિના આ રૂપને વિવિધ શાસ્ત્રોએ વિવિધ રૂપોમાં વર્ણવી છે. કોઈ તેને પુરુષ અને પ્રકૃતિ કહે છે, કોઈ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, કોઈ રાધા અને કૃષ્ણ કહે છે, કોઈ નારાયણ અને લક્ષ્મી કહે છે, તો કોઈ શિવ અને શક્તિ. ભગવદ્દગીતા કહે છે કે સમગ્ર જગત આ બે તત્ત્વનું જ બનેલું છે. આ સિવાય બીજું કંઈ નથી.