ઓપરેશન ગોલ્ડન ઈગલ 13

(61)
  • 5.8k
  • 7
  • 1.9k

પણ વિશ્વ બિરાદરીમાં જવાબ મારે આપવો પડે છે જનરલ ! મારી ચાર દિવસની ઇસ્લામિક દેશોની મુલાકાતમાં મેં જોયું કે આપણી આ નીતિ પ્રત્યે અનેક દેશોમાં અણગમો છે. હવે આપણે મજહબના નામે આવા ધંધા કરીશું તો કદાચ ઇસ્લામી દેશો આપણો બહિષ્કાર પણ કરી શકે. તમારા પગલાંથી ચીનાઓ પણ નારાજ છે. અત્યારે આપણી પાસે ચીન સિવાય બીજો કોઈ શક્તિશાળી સાથીદાર નથી એ તમે જાણો છો... એમને નારાજ કરવું આપણને ન પોસાય ! ઇકબાલ સાહેબ ! જનરલ કયાનીનો અવાજ ઊંચો થયો. વિદેશનીતિનો અમલ કરીને વિશ્વમાં પાકિસ્તાનની શાખ જાળવી રાખવાનું કામ તમારું છે, તમારી ડિપ્લોમેસીની નિષ્ફળતા પાકિસ્તાની ફૌજ પર ન ઢોળો.” “તમે દરરોજ બિનજરૂરી ફસાદ કર્યા રાખો, તો સરકાર શું કરે એના કરતાં બલુચિસ્તાનમાં શાંતિ કઈ રીતે જાળવી રાખવી એના વિશે વિચારો.. ભારત સાથે દુશ્મની આપણને મોંઘી પડી શકે છે, જનરલ !” “ પાકિસ્તાની ફૌજને ન શિખવાડો જનાબ, અમે અમારું કામ સારી રીતે કરીએ જ છીએ. ચીનને અને આપણાં બીજા મિત્રદેશોને કઈ રીતે સમજાવવા એ તમારે જોવાનું છે, જો તેમ ન કરી શકતા હોવ, તો રાજીનામુ આપી દો ! હા, રાજીનામાંથી યાદ આવ્યું કે તમારા પનામા અને સ્વિસ બેંકોના એકાઉન્ટ્સની બેહિસાબી મિલકત વિશે આજકાલ ઘણી વાતો થઇ રહી છે. એટલે જો તમે વડાપ્રધાન નહીં રહો, તો એ ગુના સંદર્ભે ખટલો ચલાવવામાં અને તમારી ધરપકડ કરવામાં પોલીસને સરળતા રહેશે એવું મારા એક વકીલ મિત્રનું માનવું છે ! જનરલ કયાની સીધી ભાષામાં, એકદમ ઠંડા અવાજે ઇકબાલ શાહીદને-પાકિસ્તાનના વડાપ્રધાનને ધમકાવી રહ્યા હતાં.