વેદ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ છે. જયારે દુનિયાના અન્ય ભાગોના લોકો જંગલવાસીનું જીવન ગુજારતા હતા, ત્યારે આપણા પ્રાચીન ઋષિઓએ અનેકવિધ વિષયોનું અદભૂત અને તલસ્પર્શી જ્ઞાન ધરાવતા આ ગ્રંથો રચ્યા હતા. એટલું જ નહીં, પણ આ ગ્રંથોમાં અત્યારના આધુનિક સમયમાં પણ પ્રસ્તુત હોય અને વિશ્વના તમામ જીવોને ઉપયોગી થાય તેવા અનેક સંદેશ અને ઉપદેશ છે. આ લેખમાં વેદને આધુનિક નજરે જોવાનો પ્રયાસ કરેલ છે.