નસીબ - પ્રકરણ - 4

(304)
  • 13.3k
  • 7
  • 6.3k

કુદરતે કઈક અજીબ રીતે આખું ચક્ર ફેરવ્યું હતું. જેના કારણે અત્યારે એક એવી બાજી ગોઠવાઈ ચૂકી હતી કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓની જિંદગી કઈક વિચિત્ર રીતે અથવાતો એમ કહી શકાય કે ભયાનક રીતે પલટાઈ જવાની હતી. જેનો થોડો-થોડો અણસાર તો તે તમામને અત્યારથી જ આવવા લાગ્યો હતો. ઘટનાઓની એક હારમાળા શરુ થઇ હતી જેનો છેડો કદાચ કુદરતના હાથમાં હતો. જે સરળતાથી ભુપતે અજયને સેન્ટ્રલ જેલના દરવાજાની થોડે દુરથી ઉઠાવ્યો હતો તેટલી જ સરળતાથી કોઈક અજાણ્યો છોકરો અજયને ભુપત પાસેથી છોડાવીને ઉડી ગયો હતો. જાણે કોઈ નાનું બાળક મીઠાઈની દુકાનમાંથી લલચાઈને ચોરી છુપીથી મીઠાઈનો ટુકડો ઉઠાવી લે એવી જ રીતે અજયને એ છોકરો છોડાવી ગયો હતો.